આદીશ્વર અલબેલો રે

Category
Gujarati
Tags
ગુજરાતી
About This Project

શત્રુંજય તીર્થાધિપતિ, યુગાદિદેવ, તારક પરમાત્મા પ્રથમ જિનેશ્વર ઋષભદેવ ભગવાનના તેર ભવોની કથા છે. ભક્તામર સ્તોત્રના રચિયતા પૂજ્ય માનતુંગસુરી મ.સા. લખે છે ને કે

आस्तां तव स्तवनमस्त समस्त दोषंं
त्वत्संकथाडपि जगतां दुरितानि हन्ति।
दूरे सहस्त्रकिरणः कुरुते प्रभैव
पद्माकरेषु जलजानि विकाशभांजि ।।

અર્થાત જેમના ગુણો નું સ્તવન કરવા થી જગતનાં સર્વ દોષો નાશ પામે છે, જેમની કથા સાંભળવા માત્ર થી સર્વ વિઘ્નો, સંતાપ દુર થાય છે. જેમ હજારો સુર્યકિરણો થી સરોવર માં રહેલાં કમળો પુર્ણતઃ વિકાસ પામે છે તેમ જીવનમાં સમ્યક્ત્વ ના નવા દૃષ્ટીકોણ નો વિકાસ થાય છે, એવાં અલબેલાં આદિશ્વર ભગવાન નાં જીવન કથન દ્વારા તત્વજ્ઞાન પણ સમજાવતાં પં. મેઘદર્શન વિજયજી મ.સા. લિખિત પુસ્તક વાંચો આદેશ્વર અલબેલો રે.